લાલ મરચાનું ગળ્યું અથાણું

Friday 23rd December 2022 08:51 EST
 
 

સામગ્રી: લાલ મરચાં - 10 નંગ • લીંબુ - 1 નંગ • મીઠું - 1 ચમચી • હળદર - 1 ચમચી • રાઈના કુરિયા - 1 ચમચો • ધાણાના કુરિયા - 1 ચમચો • મેથીના કુરિયા - 1 ચમચી • વરિયાળી - 1 ચમચી • ખારેકના ટુકડા - 5 થી ૬ નંગ • તેલ - 3 ચમચા • હિંગ - 1 ચમચી • ગોળ - અડધો કપ
રીત: પહેલા લાલ મરચાંને ધોઈ કપડાંથી લૂછી કોરા કરી લો. તેને કાતર વડે કાપી લો, જેથી તમારા હાથમાં બળતરા ન થાય. હવે તેમાં લિંબુ અને મીઠું ઉમેરીને એક કલાક માટે રાખી મૂકો, જેથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય. એક કલાક પછી તેનું પાણી નિતારી નાંખો અને પંખા નીચે સૂકવી દો. એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેની અંદર હિંગ ઉમેરો. હવે તેમાં રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા ઉમેરો. કુરિયા તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં સમારેલા લાલ મરચાં ઉમેરો. થોડી વાર બાદ તેમાં સમારેલો ગોળ, ખારેકના ટુકડા અને વરિયાળી ઉમેરો. ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. જેવો ગોળ ઓગળે કે તરત ગેસ બંધ કરી દેવો, નહીંતર ગોળની પાઈ થઈ જશે. તૈયાર છે લાલ મરચાંનું ગળ્યું અથાણું, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એ ઝડપથી બની જાય છે અને જમવાની સાથે હોય તો ખૂબ જ મજા પડે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter