લીલા નાળિયેરનો આઈસક્રીમ

Tuesday 29th October 2019 10:32 EDT
 
 

સામગ્રીઃ લીલા નાળિયેરની મલાઈ - ૧ કટોરી • મિલ્ક પાવડર – ૧ કટોરી • મલાઈ – ૧ કટોરી • દળેલી ખાંડ –૪થી ૫ ચમચી (સ્વાદ પ્રમાણે વધઘટ થઇ શકે) • ઠંડુ દૂધ – ૧ કટોરી

રીતઃ સૌપ્રથમ લીલા નાળિયેરની મલાઈ કાઢી લઇને મિક્સરમાં ચર્ન કરી લો. આ પછી તેમાં ક્રીમ, ઠંડુ દૂધ, મિલ્ક પાવડર અને ખાંડ ઉમેરો અને ચર્ન કરો. ચર્ન એક લો સ્પીડ પર કરવું જેથી ક્રીમનું માખણ ન થઈ જાય. બધું જ મિશ્રણ બરાબર ચર્ન થઈ જાય એટલે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ડીપ ફ્રિઝરમાં ૬થી ૭ કલાક સેટ થવા મૂકી દો. આ આઈસ્ક્રિમને બીજી વાર ચર્ન કરવાની જરૂર નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter