લીલી હળદરનું તાજું અથાણું

Saturday 08th April 2023 07:49 EDT
 
 

સામગ્રી: લીલી હળદર - 100 ગ્રામ • ગાજર - 1 નંગ • ટીંડોળા - 100 ગ્રામ • મીઠું - 2 ચમચી • લીંબુ - 2 નંગ • હળદર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • રાઈના કુરીયા - 1 ચમચી • મેથી મસાલો - 3 ચમચી • હિંગ - અડધી ચમચી • તેલ - જરૂર મુજબ
રીત: લીલી હળદર, ગાજર અને ટીંડોરાને લાંબા સમારવા. હવે તેમાં ઉપરોક્ત બધો સૂકો મસાલો ભભરાવો અને ચમચી વડે સારી રીતે મિક્સ કરો. લીંબુનો રસ નિચોવી તેને પણ સારી રીતે મિક્સ કરો. હવે જરૂરિયાત મુજબ તેલ રેડી લેવું. તૈયાર થયેલા અથાણાંને કાચની બરણીમાં ભરી લે. અથાણું ડૂબે એનાથી થોડું વધુ તેલ રેડવું જેથી અથાણું લાંબો સમય સચવાઈ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter