કેલ્શિયમ, ફાઇબર, વિટામિન સીનો ખજાનો છે ખારેક

Friday 31st December 2021 04:44 EST
 
 

ખારેક લાંબો સમય ટકી શકે છે કેમ કે સૂકી હોય છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષકતત્ત્વોની ભરમાર હોય છે. પરંતુ જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે. દરરોજ ખાસ તો શિયાળામાં દૂધમાં ખારેક ઉકાળીને પછી તેનું સેવન કરાય તો કેટલીય બીમારીઓને દૂર રાખવા સાથે સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ખારેક અને દૂધ બંને જ કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે, એ સંજોગોમાં જો બંનેનું સાથે સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ જેવા હાડકાં સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ખારેકમાં પોટેશિયમ અને ફાઇબરનું પ્રમાણ ઘણું હોય છે, તેનાથી ખોરાકને પચાવવામાં મદદ મળે છે, તો દૂધ પણ પેટમાં પાચનમાં મદદ કરે એવા પાચકરસને વધારે છે, જેનાથી કબજિયાત અને પેટમાં દુઃખાવા જેવી પરેશાની દૂર થાય છે.
દૂધ અને ખારેકના સેવનથી દાંત પણ સ્વસ્થ બની રહે છે. એ દાંતોને મજબૂત કરી તેને સડતા બચાવે છે. દૂધમાં ખારેક ગરમ કરીને પીવાથી થોડા જ દિવસમાં ચામડીને ચમકતી કરી છે. તે કેટલાય વિટામિનોની ઊણપને દૂર કરીને લોહીના પ્રવાહને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેનાથી વાળ ઉતરવાની સમસ્યા પણ ઘટે છે. દૂધની સાથે ખોરેક રોજ લેવાથી લોહીમાં સુગરનું પ્રમાણ સરખું રાખવામાં મદદ મળે છે, જેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું જરૂરી છે. ખજૂરથી વધુ કેલરી ખારેકમાં હોય છે, તેથી દૂધ સાથે લેવામાં આવે તો પાતળા લોકોનું વજન આરોગ્યપ્રદ તરીકે વધારે છે. તેનું રોજ સેવન કરવાથી એક મહિનામાં તમારા શરીરમાં ફરક જણાવા માંડે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter