જીપીની અછતઃ ટ્રેઈની ડોક્ટર્સને £૨૦,૦૦૦ના બોનસની યોજના

Wednesday 12th February 2020 03:12 EST
 
 

લંડનઃ યુકેમાં જનરલ પ્રેક્ટિશનર્સની અછતને નજરમાં રાખી સરકાર દ્વારા નવી બોનસ યોજના ઘડવામાં આવી છે. જે ટ્રેઈની ડોક્ટર્સ આવી અછત હેઠળના વિસ્તારોમાં સ્થળાંતર કરે તેમને ૨૦,૦૦૦ પાઉન્ડનું બોનસ અપાશે. આ યોજના ૧.૫ બિલિયન પાઉન્ડના જીપી કોન્ટ્રાક્ટનો હિસ્સો બની રહેશે, જે અન્વયે મિનિસ્ટર્સ વર્ષ ૨૦૨૪ સુધીમાં વધુ ૫૦ મિલિયન એપોઈન્ટમેન્ટ્સ આપી શકવાની આશા ધરાવે છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું છે કે તેઓ NHS પ્રત્યેક જરુરૂયાતમંદોની વહારે પહોંચે અને હોસ્પિટલો પરનું દબાણ ઘટાડવા પ્રાથમિક આરોગ્ય સંભાળનું ક્ષેત્ર વિસ્તરે તેમ ઈચ્છે છે. જનરલ પ્રેક્ટિશનર્સની અછત છે તેવાં સ્થળોએ જનારા ટ્રેઈની ડોક્ટર્સને ૨૦,૦૦૦ પાઉન્ડનું ‘ગોલ્ડન હેલો’ બોનસ આપવામાં આવનાર છે.

આગામી સમયમાં ફેમિલી ડોક્ટરોએ નવી માતાઓનું વધુ ચેક-અપ હાથ ધરવા ઉપરાંત, કેર હોમ રેસિડેન્ટ્સની નિયમિત મુલાકાત લેવાની થશે. ૧.૫ બિલિયન પાઉન્ડના જીપી કોન્ટ્રાક્ટ હેઠળ નવા ટ્રેઈની ડોક્ટર્સ મોકલવાના છે તેવાં સ્થળોનું લક્ષ્યાંક ૨૭૬થી વધારી ૨૦૨૧માં ૫૦૦ અને તે પછી પ્રતિ વર્ષ ૮૦૦નું કરાશે. આ કોન્ટ્રાક્ટ હેઠળ લોકોને તેમની એકલતા દૂર કરવા ડાન્સ ક્લાસીસ તેમજ ગાર્ડનિંગ ક્લબ્સમાં મોકલવા સહિત સોશિયલ પ્રીસ્ક્રાઈબિંગનું પણ વિસ્તરણ કરવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter