દાદીમાનું વૈદુંઃ તાવ

દાદીમાનું વૈદું

Saturday 06th April 2019 08:28 EDT
 
 

• કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઊતરી જાય છે. તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ ફરી આવતો નથી. • કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુંનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે. • સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવ ઊતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. • કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખીને ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખો. બાદમાં તેમાં મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. • તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. • ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter