બરફમાં 50 હજાર વર્ષથી દટાયેલા વાઇરસ બહાર આવતા પેન્ડેમિકની ભીતિ

Sunday 15th January 2023 06:46 EST
 
 

નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જના કારણે પીગળી રહેલા બરફના પરિણામે રશિયાના સાઈબીરિયામાં 48,500 વર્ષથી બરફમાં દટાઈ રહેલા વાઇરસ બહાર આવી રહ્યા છે. સંશોધકોએ ઓગળી રહેલા બરફ નીચેના થરની તપાસ કરતાં બે ડઝન જેટલા વાઈરસ મળી આવ્યા છે, જે ખૂબ ચેપી ને જોખમી છે. જોકે બાકીના જીવાણુ બિનહાનિકારક જણાયા હતા. જે વાઇરસ મળ્યા છે તેમાંથી 13 સાવ નવી જાતના વાઇરસ છે. તેમને ઝોમ્બી વાઈરસ તરીકે ઓળખવામાં આવ્યા છે. હજારો વર્ષ સુધી બરફમાં થીજેલા રહેવા છતાં ઝોમ્બી વાઈરસ ફરીથી સક્રિય થઈને ચેપ ફેલાવવા તૈયાર છે. વિજ્ઞાનીઓ હવે તેને કાચની સીલબંધ પેટીમાં બહારના વાતાવરણમાં મૂકીને અભ્યાસ કરી રહ્યા છે. જેથી આ વાઈરસ કેવા અને કેટલા જોખમી બનશે તેનો સાચો અંદાજ મેળવી શકાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter