માત્ર 10 સેકન્ડના હળવા શ્વાસ તમને અપાવશે તણાવ અને ચિંતામાં રાહત

Saturday 11th November 2023 07:07 EST
 
 

ન્યૂ યોર્ક: મનની શાંતિ મેળવવા માટે અમેરિકામાં લોકો 10 સેકન્ડ સુધી આરામપૂર્વક ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એક સંશોધન મુજબ કામ કરતી વખતે વચ્ચે થોડો સમય આરામથી શ્વાસ લેવો હવે અલ્ઝાઈમરના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે. નિષ્ણાતો આખા અઠવાડિયા દરમિયાન લગભગ 20 મિનિટ સુધી હળવા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવાની પણ સલાહ આપી રહ્યા છે.
સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના જેરોન્ટોલોજી એન્ડ સાઈકોલોજી વિભાગના પ્રોફેસર મારા માથેરનું કહેવું છે કે આ અંગે કરાયેલા વૈજ્ઞાનિક સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે આ પ્રથા એશિયાના ઘણા દેશોના લોકોની સંસ્કૃતિમાં પણ સામેલ છે. દરરોજ હળવા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવાથી હાઈ બ્લડપ્રેશર, તણાવ, ચિંતા અને જૂની તકલીફો સહિતની અનેકવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદરૂપ બની શકે છે. આ પ્રકારની કસરતને સામાન્ય બોલચાલની ભાષામાં બ્રેથવર્ક કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે હૃદયની ગતિમાં ફેરફાર લાવવામાં પણ ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યું છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે હાઈ બ્લડપ્રેશરવાળા દર્દીઓ જ્યારે સતત પ્રેક્ટિસ કરે છે ત્યારે તેમને ખૂબ જ ફાયદાકારક પરિણામો જોવા મળે છે. બ્રેથવર્ક, યોગ અને મેડિટેશન સાથે આગળ વધીને કોર્પોરેટ તેમજ શાળાઓમાં પણ આ માટે તૈયારીઓ ચાલી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter