વિશ્વમાં સૌથી પહેલાં આફ્રિકામાં મેલેરિયાની રસી લોન્ચ

Thursday 02nd May 2019 05:58 EDT
 
 

જીનીવાઃ વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના પ્રયાસ ચાલતા હતા. આ રસી પાંચ મહિનાથી બે વર્ષના બાળકો માટે વિકસાવાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ મલાવી સરકારના આ ઐતિહાસિક કાર્યક્રમનું સ્વાગત કર્યું છે. આ વેક્સિન લોન્ચ થવાથી મેલેરિયાથી બાળકોને બચાવવામાં ઘણી મદદ મળશે. આફ્રિકાના દેશોમાં મેલેરિયાથી સૌથી વધુ મૃત્યુ થાય છે. દર વર્ષે અહીં ૨.૫ લાખ બાળકો આ બીમારીનો ભોગ બને છે. ડબલ્યુએચઓનું અનુમાન છે કે સાઉથ-ઇસ્ટ એશિયાના કુલ કેસમાંથી ૮૯ ટકા કેસ માત્ર ભારતમાં હોય છે. પાંચ વર્ષથી નીચેની વયના બાળકો માટે આ બીમારીનું જોખમ સૌથી વધુ હોય છે. મેલેરિયાની રસી આ રોગોનો સામનો કરવામાં અકસીર પૂરવાર થશે તેમ મનાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter