હેલ્થ ટિપ્સઃ ૧૦ વર્ષ પૂર્વે જ જણાય છે બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો

Saturday 11th September 2021 08:21 EDT
 
 

જો તમે બ્રેઇન સ્ટોકનો ખતરો ઘટાડાવા માંગતા હો તો તેના લક્ષણોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોકના ૧૦ વર્ષ પહેલાં જ તેનાં લક્ષણો દેખાવા લાગે છે. જેમ કે, યાદશક્તિ નબળી પડવી અને રોજિંદુ કામ કરવાની ક્ષમતા ઘટવી. આ દાવો નેધરલેન્ડ્સની એરેસમસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ૨૮ વર્ષનાં દીર્ઘ સંશોધનોના તારણોના આધારે કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવાં લક્ષણો દેખાય તો લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને, દવાઓ લઇ અને ડાયેટમાં સુધારો કરી સ્ટ્રોકનું જોખણ ઓછું કરી શકાય છે.
• બ્રેઇન સ્ટ્રોકઃ મગજ સુધી લોહી પહોંચાડતી ધમની ડેમેજ થાય છે ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. અથવા તેમાં બ્લોકેજ થવાથી બ્રેઇન સુધી લોહી અને ઓક્સિજન પહોંચતાં નથી. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સીડીસીના જણાવ્યા પ્રમાણે, પૂરતો ઓક્સિજન ન પહોંચતાં પર બ્રેઇનની કોશિકાઓ પળવારમાં નાશ પામે છે અને પરિણામે બ્રેઇન સ્ટ્રોક આવે છે.
• આ રીતે થયું રિસર્ચઃ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રિસર્ચમાં ૧૪,૭૧૨ લોકો સામેલ કરાયાં હતાં. ૨૮ વર્ષ સુધી તેમનું મેડકલ સુપરવિઝન કરવામાં આવ્યું. તેમાં મેમરી ટેસ્ટ પણ સામેલ કરવામાં આવ્યો. આ સાથે જ બેકિંગ, કપડાં ધોવા, ભોજન બનાવવાની રીત જેવાં રોંજિદા કામનું એનાલિસિસ કરવામાં આવ્યું. આ ૨૮ વર્ષમાં ૧૯૬૨માં જે લોકોને પ્રથમ વખત બ્રેઇન સ્ટ્રોક આવ્યો તેમની સરેરાશ ઉંમર ૮૦ વર્ષની હતી. રિસર્ચમાં સામે આવ્યું કે જે મહિલાઓ ભણેલી હતી અને જેમનામાં અલ્ઝાઇમર્સ સાથે જોડાયેલા જનીન હતાં તેમને સ્ટ્રોકનું જોખમ વધારે હતું. રિસર્ચમાં સામેલ લોકોમાંથી જેમને સ્ટ્રોક આવ્યો તેમાંથી ૬૦ ટકા મહિલા હતી.
પાંચ બાબતો ધ્યાનમાં રાખો
૧) બીપી કન્ટ્રોલમાં રાખોઃ જો તમારા કોઇ ફેમિલી મેમ્બરને સ્ટ્રોક આવેલો હોય, તો એલર્ટ થઇ જાઓ. આવા કેસમાં તમને અને તમારી ભાવિ પેઢીને તેના લક્ષણો આવી શકે છે. તેથી બલ્ડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો.
૨) વૃદ્ધોમાં કેસ વધારેઃ એક રિસર્ચ પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોકના કેસ વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. તળેલું અને મસાલેદાર ભોજન લેવાથી બચો.
૩) આ બીમારી જોખમ વધારે છેઃ હાઇ કોલેસ્ટેરોલ, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખણ વધારે રહે છે. તેથી બલ્ડ સુગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો, મેદસ્વિતાની બચો.
૪) આવું ડાયેટ લોઃ ડાયેટમાં શાકભાજી અને સ્વાદમાં ઓછા ગળ્યા ફળો સામેલ કરો. રિસર્ચમાં સાબિત થયું છે. શાકભાજી અને ફળ ખાવાથી માત્ર સ્ટ્રોક જ નહીં, પણ હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થાય છે.
૫) તમાકુ અને આલ્કોહોલથી દૂર રહોઃ તમાકું અને સિગારેટ જેવા પદાર્થો અને તેમાંથી બનતા ઉત્પાદનોથી દૂર રહો. તમાકુની અસર માત્ર બ્રેઇન સ્ટ્રોક પર નહીં, પણ હદય, ફેફસાં અને પેન્ક્રિયા ઉપર પણ થાય છે. તેનાથી કેન્સર પણ થઇ શકે છે. તે સાથે આલ્કોહોલથી પણ દૂર રહો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter