ગ્રેમી એવોર્ડ્સઃ બિયોન્સે ૪ એવોર્ડ સાથે કારકિર્દીના કુલ ૨૮ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો

Wednesday 17th March 2021 05:07 EDT
 
 

સંગીતના સૌથી ખ્યાતનામ પુરસ્કાર ગ્રેમી એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત થઇ ગઈ છે. આ વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ૬૩મા ગ્રેમી એવોર્ડ્સ સમારોહનું સોશિયલી ડિસ્ટન્સ્ડ ટેલિકાસ્ટ થયું હતું. લોસ એન્જલ્સ કન્વેન્શન સેન્ટરની બહાર ઓપન એર ટેન્ટમાં વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ચાર ગ્રેમી એવોર્ડ્સ સાથે પોપ સ્ટાર બિયોન્સે ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે તે ૨૮ ગ્રેમી એવોર્ડ પોતાના નામે કરનારી પ્રથમ મહિલા આર્ટિસ્ટ અને સૌથી વધારે એવોર્ડ મેળવનારી સિંગર બની ગઈ છે. ૬૩મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં બિયોન્સ કુલ ૯ કેટેગરી માટે નોમિનેટ થઇ હતી, જેમાંથી ચારમાં એવોર્ડ મેળવ્યા છે. બિયોન્સે ૨૮ એવોર્ડ જીતીને સુપ્રસિદ્ધ ગાયિકા એલિસન ક્રાઉસનો રેકોર્ડ તોડયો હતો. જોકે બ્રિટિશ ઓર્કેસ્ટ્રા અને ઓપરેટીવ કંડક્ટર સર જ્યોર્જ સોલ્ટી સૌથી વધારે ૩૧ ગ્રેમી એવોર્ડ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ગાયિકા ટેઇલર સ્વિફ્ટ માટે પણ આ વર્ષનો સમારોહ ખાસ રહ્યો હતો. સ્વિફ્ટ ત્રીજી વાર આલબમ ઓફ ધી યર ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ મહિલા આર્ટિસ્ટ બની. આ વખતે H.E.R.એ અપસેટ સર્જ્યો, તેણે બિયોન્સ અને Jay-Z જેવા હરીફોને પછાડી સોંગ ઓફ ધ યર ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.
એવોર્ડ વિજેતાઓ
• બેસ્ટ રેપ આલબમ: કિંગ્સ ડિઝિઝ, નાસ
• બેસ્ટ મ્યૂઝિક ફિલ્મ: લિંટા રોન્સટાડ, ધી સાઉન્ડ ઓફ માઇ વોઇસ
• બેસ્ટ રોક આલબમ: ધી ન્યૂ એબ્નોર્મલ, ધી સ્ટ્રોક્સ
• બેસ્ટ કન્ટ્રી આલબમ: વાઇલ્ડ કાર્ડ, મિરાંડા લૈમ્બર્ટ
• બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ: મેગન - ધી સ્ટેલિયન
• બેસ્ટ રિધમ એન્ડ બ્લૂઝ: બ્લેક પરેડ, બિયોન્સે
• બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ: વોટરમેલન શુગર, હૈરી સ્ટાઇલ્સ
• બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલબમ: અમેરિકન સ્ટાન્ડર્ડ, જેમ્સ ટેલર
• બેસ્ટ અલ્ટરનેટિવ મ્યૂઝિક આલબમ: ફેચ ધી બોલ્ટ કટર્સ, ફિયોના એપ્પલ
• બેસ્ટ ડાન્સ-ઇલેક્ટ્રોનિક આલબમ: બુબ્બા, કેટ્રાનાડા
• બેસ્ટ પ્રોગ્રેસિવ આરએન્ડબી આલબમ: ઈટ ઇઝ વ્હોટ ઇટ ઇઝ, થંડરકેટ
• બેસ્ટ જાઝ ઇન્સ્ટ્રુમેન્ટલ આલબમ: ટ્રાઇલોજી ૨, ચિક કોરિયા, ક્રિસ્ટિયન મૈકબ્રાઇડ અને બ્રાયન બ્લેડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter