આદિત્ય-અનન્યાનું બ્રેકઅપ થઈ ગયું?

Tuesday 07th May 2024 08:46 EDT
 
 

બોલિવૂડના બહુચર્ચિત કપલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે બ્રેકઅપ થઈ ગયાનું તેમના નજીકના મિત્રોનું કહેવું છે. થોડા સમય પહેલાં જ અનન્યાએ એક સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બાબતે ઈશારો આપ્યો હતો. હવે તેમના મિત્રોએ સ્વીકાર્યું છે કે બ્રેકઅપની વાત માત્ર અટકળો નથી, હકીકત છે. તાજેતરમાં અનન્યાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ભલે તમે એવું માનતા હો કે એવી સુંદર બાબત તમારાં નસીબમાં નથી, પરંતુ જો તે તમારા માટે લખાયું હશે તો અચૂક તમારી પાસે આવશે.
આ ગોળ ગોળ પોસ્ટ પરથી એવું અનુમાન વ્યક્ત થઇ રહ્યું હતું કે અનન્યા અને આદિત્ય વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. હવે તેમના મિત્રો આ વાત સ્વીકારતાં કહ્યું છે કે આશરે એક મહિના પહેલાં જ બંને છૂટાં પડી ચૂક્યાં છે. બંને આ બ્રેકઅપથી ભારે આઘાતમાં છે. જોકે, બંને બહુ મેચ્યોર રીતે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. અનન્યા અને આદિત્યે ક્યારેય પોતાના સંબંધોનો સત્તાવાર સ્વીકાર કર્યો નથી, પરંતુ અનેક ઈવેન્ટસ તથા ટ્રીપમાં સાથે સાથે હાજરી દ્વારા એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે બંને રિલેશનશિપમાં છે. બંનેએ ક્યારેક કોઈ ટીવી શોમાં તો અન્ય મીડિયા સંવાદમાં પણ આડકતરી રીતે તેનો સ્વીકાર પણ કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter