આર્યન કોઈને મળતો નથી, બોલે છે પણ બહુ ઓછું

Saturday 20th November 2021 05:42 EST
 
 

શાહરુખ ખાનનો લાડકો દીકરો ભલે જેલમાંથી છૂટીને ઘરે આવી ગયો હોય, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં તેણે જે અનુભવ્યું તેમાંથી બહાર નીકળતાં ઘણો સમય લાગશે. આર્યનના એક નજીકના મિત્રે જાણીતી એન્ટરટેઈન્મેન્ટ સંસ્થા સાથેની વાતચીતમાં કહ્યું કે આર્યને પોતાને એક દાયરામાં ખૂબ સીમિત કરી લીધો છે, તે કોઈની જોડે વાત પણ નથી કરતો કે કોઈને મળતો નથી. આર્યનના મિત્રના જણાવ્યા અનુસાર, આર્યન કોઈની પણ સાથે વધુ વાત કરતો નથી, મોટાભાગનો સમય પોતાના રૂમમાં વિતાવે છે, ક્યાંય બહુ હરતોફરતો પણ નથી. એટલા સુધી કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે મિત્રોને પણ મળવા પણ બહાર નીકળતો નથી. તે પહેલાં પણ ખૂબ શાંત રહેતો હતો અને હવે તે વધુ શાંત થઈ ગયો છે. આર્યનને જામીન મળ્યાને ઘણો સમય થયો છે, પરંતુ હજી પણ તે તમામ બાબતોમાંથી બહાર આવ્યો નથી. જોકે પરિવાર પણ આર્યનને તે જેમ ઇચ્છે છે એમ જ રહેવા દે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter