આર્યન ખાન અને નોરા ફતેહી ડેટિંગ કરે છે?

Thursday 12th January 2023 07:09 EST
 
 

છેલ્લા ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયા અને વિજય વર્માની ન્યૂ યર કિસની તસ્વીરો ચર્ચાનો વિષય બની છે. આ વચ્ચે ન્યૂ યર પાર્ટીમાં એક અન્ય સેલેબ્સના ડેટિંગની વાત ચર્ચાના ચોતરે ચઢી છે. આ વાત છે બોલિવૂડના કિંગખાન શાહરુખ ખાનના પુત્ર આર્યન અને બોલિવૂડ એક્ટ્રેસ-ડાન્સર નોરા ફતેહીના ડેટિંગની. આ બંને ન્યૂ યરની ઉજવણી માટે દુબઈ ગયા હોવાના સમાચાર આવતાં જ તેમની વચ્ચે લવ કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ સોશિયલ મીડિયા પર લોકો આ પોસ્ટની મજા લઇ રહ્યા છે તો યુઝર્સનો એક વર્ગ આવી પોસ્ટ કરનારાઓને ખુલ્લાં વિચારનાં બનવાની સલાહ આપી રહ્યા છે. વાસ્તવમાં એક રેડ્ડીટ યુઝરે બે ફોટા શેર કરેલા છે. આ ફોટોમાં નોરા અને આર્યન અલગ-અલગ દેખાય છે, પરંતુ જે ફેન દ્વારા તસવીરો જોડીને શેર કરાઈ છે તેમાં નોરા-આર્યન સાથે દેખાય છે. આ ઉપરાંત દુબઈમાં નોરા ફતેહી અને આર્યન ખાન ન્યૂ યર પાર્ટીમાં સાથે ડીનર કરતાં હોય તેવી તસ્વીર પણ જોવા મળી હતી. બસ પછી શું જોઇએ, અહીંથી જ ઓનલાઈન યુઝર્સે કનેક્શન ગોઠવી નાંખ્યું છે. એક યુઝરે લખ્યું છે કે, એવું સાંભળ્યું છે કે નોરાની કરણ જોહર અને તેના મિત્રોથી નિકટતા અચાનક વધી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter