રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં બે સદગત ગાયકોના અવાજ રિક્રિએટ કરવા માટે રહેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લીધી હતી. મ્યુઝિક જેવા સર્જનાત્મક કામમાં એઆઇના ઉપયોગ બદલ અનેક લોકોએ રહેમાનની ટીકા કરી છે, પણ રહેમાનનો મત અલગ છે. આ બાબતે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી મ્યુઝિકને બહેતર બનાવી શકાય છે.
એઆઇનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપક સ્તરે કરવામાં આવે તો ગરીબોના કલ્યાણ અને સશક્તિકરણમાં લાભ થઈ શકે છે. એઆઇના કારણે અનેક ક્ષેત્રોમાં રોજગારી છીનવાઈ જવાનું જોખમ રહેલું છે તેવી આશંકા રહેમાને કહ્યું હતું કે, લોકોને નોકરીમાંથી છૂટા કરવાના બદલે આ ટેક્નોલોજીના ઉપયોગથી તેમના જીવનને બહેતર બનાવવા જોઈએ. કોઈની નોકરી ન જાય તે માટે ધ્યાન રાખવું જોઈએ. કલાક્ષેત્રમાં સર્જનાત્મકતાનો આધાર કલ્પના પર રહેલો છે. કલ્પનાને એઆઇની મદદ મળે તો તેને વધુ ઊંચાઈએ લઈ જવાશે. રહેમાને કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ આગળ વધવા અને ઝડપ લાવવા થવો જોઈએ.