કાન ફેસ્ટિવલની જ્યૂરીમાં દીપિકા

Saturday 07th May 2022 06:36 EDT
 
 

યુવા દિલોની ધડકન દીપિકા પાદુકોણની 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે પસંદગી કરાઇ છે. આ ફેસ્ટિવલ 17થી 28 મે દરમિયાન યોજાવાનો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જ્યૂરીની સત્તાવાર ઘોષણા થયા બાદ દીપિકાએપણ આ ન્યૂઝ શેર કર્યા હતા. રણવીર સિંહે પત્નીની આ સિદ્ધિને ‘વાહ’ એમ લખીને તાળીઓના ઇમોજી સાથે વધાવી હતી દીપિકાએ પહેલીવાર 2017માં આ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે પહેલી વાર જ્યૂરી મેમ્બર તરીકે ભાગ લેશે. ફિચર ફિલ્મ કેટેગરીમાં ભારતમાંથી જ્યૂરી તરીકે પસંદ પામનારી પ્રથમ હસ્તી ઐશ્વર્યા બચ્ચન હતી. તેને 2003માં આ સન્માન મળ્યું હતું. દર વર્ષે કાનમાં ઐશ્વર્યાની હાજરીની ખાસ રાહ જોવાય છે. અનેક ભારતીય અભિનેત્રીઓ કાનમાં રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લે છે. તેમના કોશ્ચ્યુમ, જવેલરી વગેરે ખાસ ચર્ચાનો વિષય બને છે. દીપિકા પહેલાં શર્મિલા ટાગોર, મૃણાલ સેન, શેખર કપૂર, મીરાં નાયર, વિદ્યા બાલન, અરુંધતિ રોય અને નંદિતા દાસ પણ વિવિધ કેટગરીમાં જ્યૂરી તરીકે પસંદગી પામી ચૂક્યાં છે. આ જયૂરી 30 જેટલી ફિલ્મોમાંથી 28મી મેએ પુરસ્કારોની ઘોષણા કરશે. જ્યૂરીના ચેરમેન તરીકે ફ્રેન્ચ અભિનેતા લિન્ડન જ્યૂરીની પસંદગી કરાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter