કોરોના મહામારીના સંકટ અને લોકડાઉન વચ્ચે બોલિવૂડના કલાકારો પોતપોતાની રીતે જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યાં છે. અભિનેત્રી કેટરિના કૈફ પણ જરૂરિયાતમંદ રોજમદારને મદદ કરવા આગળ આવી છે. કેટરિનાએ તાજેતરમાં ખાદ્ય અને સેનેટરી સાથે જોડાયેલી કેટલીક ચીજોનું વિતરણ કર્યું હતું.
કેટરિનાએ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના કેટલાક મજૂરોને આ કિટ આપી હતી. તેણે પોતાની બ્રાન્ડ દ્વારા મજૂરોની મદદની ઘોષણા કરી હતી. કેટરિનાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું છે કે મારી બન્ને બ્રાન્ડ ફરી એક સાથે આગળ આવી છે. અમે સાથે મળીને મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની આસપાસમાં રહેતા દૈનિક મજૂરોના પરિવારોને સહયોગ કર્યો છે. જેમાં ભોજન અને સેનેટરી સાથે જોડાયેલી ચીજો છે. કેટરિનાએ અગાઉ ડોક્ટર્સ, નર્સિસ અને રોજમદારોને સહાય પહોંચાડી હતી.