કોરોનાથી સંક્રમતિ દિગ્ગજ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન

Thursday 04th November 2021 04:42 EDT
 
 

પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. ૩૦ ઓક્ટોબરે સવારે તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલતી હતી. યુસુફના નિધનની જાણકારી તેમના જમાઈ અને ડાયરેક્ટર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઇમોશનલ પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં તેઓએ કહ્યું કે, આજે તે ખરેખર અનાથ થયા છે. હંસલ મહેતાની પોસ્ટ પર કમેન્ટ કરીને અભિષેક બચ્ચન, મનોજ બાજપાઈ, દિયા મિર્ઝા, પૂજા ભટ્ટ, રીમા કાગતી, નિખિલ અડવાણી અને કુબ્રા સૈત સહિત કેટલાય બોલિવૂડ સેલેબ્સે યુસુફના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુસુફ હુસૈનના દીકરી સફીના હુસૈનના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે. યુસુફ હુસૈને તેની એક્ટિંગ કરિયરમાં દબંગ 3, ક્રિષ ૩, વિવાહ, દિલ ચાહતા હૈ, રોડ ટૂ સંગમ, ક્રેઝી કુક્કડ ફેમિલી, બ્લૂ ઓર્ગન્સ, ખોયા ખોયા ચાંદ, ધૂમ-૨, રેડ સ્વાસ્તિક અને એસ્કેપ ફ્રોમ તાબિલાન જેવી કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે મુલ્લા નસિરુદ્દીન, કુમકુમઃ એક પ્યારા સા બંધવ, શશ... કોઈ હૈ, સીઆઇડી, તુમ બિન જાઉં કહા જેવા લોકપ્રિય ટીવી શોમાં પણ અભિનય કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter