કોરોના, કરીના અને આમિર

Friday 23rd April 2021 05:17 EDT
 
 

‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ટૂંક સમયમાં ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં જોવા મળશે. એક વીડિયોમાં આ પ્રતિભાશાળી અભિનેતાએ કોરોના મહામારી દરમિયાન આ ફિલ્મ માટે શૂટિંગ કરવાની યાદ તાજી કરી છે. ‘લાલ સિંઘ ચઢ્ઢા’ એ હોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. અસલ ફિલ્મમાં ટોમ હેન્ક્સ લીડ રોલમાં હતો. હિન્દી રિમેકમાં કરીના કપૂર ખાન પણ છે. આમિરે યાદો તાજી કરતા કહ્યું હતું, ‘ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન અને હું અવારનવાર મજાકમાં કહીએ છીએ કે, અમે ફિલ્મનું કામ શરૂ કર્યું હતું ત્યારે અમારી જિંદગી હળવા પીછાં જેવી બની ગઈ હતી. પવન અમને જુદી - જુદી દિશામાં લઈ જતો હતો, અમે પવનની સાથે ઉડતા રહ્યા.’ આમિરે કહે છે કે, ‘બાકી દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે અમે કોરોના અને કરીના સાથે ડીલ કરતા હતા. તે પ્રેગ્નન્ટ થઈ, વધુ એક કોમ્પ્લિકેશન. આમ પવનનો વધુ એક સપાટો અમને બીજી એક દિશામાં લઈ ગયો.’ આમિર આ ફિલ્મને ક્રિસમસ પર રિલીઝ કરવાની તૈયારીમાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter