ગોવિંદા - કૃષ્ણા વચ્ચે અંતે સમાધાન થઈ ગયું!

Friday 03rd November 2023 09:47 EDT
 
 

કોમેડિયન કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એ તેના મામા ગોવિંદા સાથે ‘બડે મિયાં છોટે મિયાં’ ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. કૃષ્ણાની આ પોસ્ટ પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ગોવિંદા અને તેના સંબંધો વચ્ચેની તમામ કડવાશનો અંત આવી ગયો છે. બંને ફરી સાથે આવ્યા છે. કૃષ્ણા અભિષેકે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છેઃ ‘આથી વધુ સારો વીડિયો ન હોઈ શકે. સ્ટેજ પર આગ લગાડી દીધી. મામા હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે. રિયલ લાઈફ બડે મિયાં, છોટે મિયાં.’
ઉલ્લેખનીય છે કે બન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી એક યા બીજા કારણસર અણબનાવ હતો. બંનેએ ઘણી વખત સમાધાન પણ કર્યું છે. કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે તણાવની શરૂઆત ખુદ કૃષ્ણાના નિવેદનથી થઈ હતી. 2016માં તેમણે કપિલ શર્મા શોના એક એપિસોડમાં કહ્યું હતું કે મેં ગોવિંદાને મારા મામા બનાવીને રાખ્યા છે. ગોવિંદાને તેની આ વાત બિલકુલ પસંદ નહોતી આવી. આ મુદ્દે ગોવિંદાએ કહ્યું કે પૈસા માટે ટેલિવિઝન પર કોઈનું અપમાન ન કરવું જોઈએ. આ વર્ષે ગોવિંદા તેની આગામી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ના પ્રમોશન માટે તેમની પત્ની સુનીતા અને પુત્રી ટીના સાથે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો. આ સમયે કૃષ્ણા એક બીજી ચેનલનો કોમેડી શો હોસ્ટ કરી રહ્યો હતો. ગોવિંદાનું કપિલના શોમાં જવું તેમને બિલકુલ પસંદ નહોતું. આ મુદ્દે પણ તેણે કોમેન્ટ કરી હતી, જે ગોવિંદાને પસંદ પડી નહોતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter