ટાઇગર અને દિશાઃ છ વર્ષના સંગાથ બાદ બ્રેકઅપ

Wednesday 03rd August 2022 06:40 EDT
 
 

બોલિવૂડના પાવર કપલ દિશા પટની અને ટાઇગર શ્રોફે ક્યારેય પોતાના રિલેશન્સ છુપાવ્યા ન હતા અને કયારેય આ મુદ્દે જાહેરમાં ખુલાસો પણ કર્યો ન હતો. પરંતુ આ બંને સ્ટાર્સ વચ્ચે ફ્રેન્ડશિપ કરતાં વધારે કંઇક વિશેષ સંબંધ હોવાની વાત છાની નહોતી. જોકે હવે છ વર્ષના રિલેશનશીપ બાદ તેમનું બ્રેકઅપ થયું છે, અને તેની પાછળના કારણનો પણ ખુલાસો કર્યો છે. દિશા પટની આ વર્ષે મેરેજ કરવા માગતી હતી, પરંતુ ટાઇગર શ્રોફ આ માટે તૈયાર ન હતો. જેના પગલે આખરે તેમણે બ્રેકઅપનો નિર્ણય લીધો હતો.
દિશા અને ટાઇગરના કોમન ફ્રેન્ડે નામ નહીં આપવાની શરતે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, ટાઇગર શ્રોફ પેરેન્ટ્સથી અલગ થયો ત્યારથી દિશા સાથે જ રહેતો હતો. બંને લાંબા સમયથી સાથે રહેતા હતા અને દિશાને લાગતું હતું કે આ વર્ષે તેમણે મેરેજ કરી લેવા જોઇએ. દિશાની આ વાતને ટાઇગર હંમેશા ટાળી દેતો હતો. દિશાએ અનેક વખત ટાઇગર શ્રોફને મેરેજ માટે કહ્યું હતું, પરંતુ હાલ નહીં તેવો જવાબ મળતો હતો. આમ ટાઇગર મેરેજ માટે તૈયાર ન હતો. આખરે દિશાએ બ્રેકઅપનો નિર્ણય લીધો હતો. ટાઇગર અને દિશાના મેરેજ અંગે જવાબ આપતાં માર્ચ 2022માં જેકી શ્રોફે જણાવ્યું હતું કે, ટાઇગરે હાલ પોતાના કામ સાથે મેરેજ કરેલા છે. ટાઇગરનું ફોક્સ કામ પર છે અને મેરેજનો પ્લાન બને તો ફોક્સ બદલાઇ શકે છે. ટાઇગર હાલ એક્ટિંગ ઉપરાંત ડાન્સ અને વર્કઆઉટ પર ફોક્સ કરે છે. દિશા આર્મી ઓફિસરની દીકરી છે, અને તેને ડિસિપ્લનનું મહત્ત્વ ખબર છે. ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ બાદ પણ ટાઇગર અને દિશા વચ્ચે ફ્રેન્ડશીપ જળવાયેલી છે. હવે આ ફ્રેન્ડશીપ ભવિષ્યમાં મેરેજનું સ્વરૂપ લઇ શકે છે કે નહીં તે જોવું રહ્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter