ડિમ્પલ કાપડિયાની વધુ એક વેબ સીરિઝ

Monday 15th May 2023 07:46 EDT
 
 

ડિમ્પલ કાપડિયા આયુષ્યના છ દસકા પણ વટાવી ચૂકી છે. નિવૃત્તિની આ ઉંમરે પણ તેની પાસે કામની ખોટ નથી. તેને વધુ એક વેબ સીરિઝ મળી છે. ‘સાસ બહુ ઔર ફલેમિંગો' નામની વેબ સીરિઝમાં સાસ-બહુના રુટિન ડ્રામાને નવી રીતે રજૂ કરાશે. સીરિઝમાં ડિમ્પલ સાથે રાધિકા મદાન અને દિપક ડોબરિયાલ સહિતના કલાકારોનો કાફલો જોવા મળશે. હોમી અડાજાણિયા આ વેબ સીરીઝ બનાવી રહ્યા છે. આ સીરિઝનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં સાસુ તરીકે ડિમ્પલને હાથમાં ગન સાથે દર્શાવાઈ છે. ડિમ્પલના જણાવ્યા અનુસાર પોતાનો રોલ એક બહુ ઉગ્ર અને જક્કી સાસુનો છે પરંતુ અહીં સાસુ-વહુના સંબંધોને સાવ નવાં સ્વરુપે રજૂ કરવામાં આવ્યા છે. ડિમ્પલ ‘પઠાણ’ની સફળતાને લીધે લાઈમલાઈટમાં છે. શાહરુખ ખાન, દીપિકા તથા સલમાન ખાન જેવા કલાકારોની હાજરી વચ્ચે પણ ડિમ્પલના અભિનયની નોંધ લેવાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter