દમદાર ‘ગંગૂબાઇ કાઠિયાવાડી’

Saturday 06th March 2021 06:52 EST
 
 

સંજય લીલા ભણસાલીના જન્મદિવસ - ૨૪ ફેબ્રુઆરીએ જ આલિયા ભટ્ટે ગંગૂબાઇ કાઠિયાવાડીનો ફર્સ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ હતી. આલિયા ભટ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરમાં તે દમદાર લૂકમાં ખુરશી પર બેઠેલી દેખાય છે. જેમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટે ફિલ્મનું પોસ્ટર અને પોતાની લૂક શેર કરવાની સાથે ફિલ્મ ૩૦ જૂલાઇએ થિયેટર્સમાં રિલીઝ કરાશે તેવી જાહેરાત પણ કરી છે. ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સંજય લીલા ભણસાલી છે. આ ફિલ્મ હુસૈન જૈદીની કથા પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ગંગૂબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ અત્યાર સુધી નિભાવેલા પાત્રો કરતાં અલગ જ અંદાજમાં ફેન્સને જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર છેલ્લે રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ સડકને સારી રિસ્પોન્સ નહોતો મળ્યો ત્યારે ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ ફરી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આલિયા ભટ્ટને ફર્સ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ બન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter