દસકાના ટોપ-100 ફિલ્મ સ્ટાર્સમાં દીપિકા નંબર વન

Wednesday 05th June 2024 08:36 EDT
 
 

આઈએમડીબી દ્વારા વર્ષ 2014થી 2024 દરમિયાન સૌથી વધુ લોકપ્રિય 100 ફિલ્મ સ્ટાર્સની યાદી જારી કરી છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ પ્રથમ ક્રમે છે. દીપિકા માટે આ વર્ષ પણ ખૂબ સારું રહ્યું છે. આ વર્ષે દીપિકાની અનેક ફિલ્મ રિલીઝ થવાની છે અને તે માતા પણ બનવાની છે. આ યાદીમાં ત્રણેય ખાનના નામનો પણ સમાવેશ થાય છે. આઇએમડીબીના નામે જાણીતી ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ વિશ્વભરના પેજ વ્યૂના આધારે સ્ટાર રેન્કિંગ નક્કી કરે છે. યાદીમાં બોલિવૂડ ફિલ્મો અને સાઉથની ફિલ્મના સ્ટાર્સનો સમાવેશ થાય છે. યાદીમાં પ્રથમ ક્રમે દીપિકા પાદુકોણ ઉપરાંત બીજા ક્રમે બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન, ત્રીજા સ્થાને ઐશ્વર્યા રાય બચ્ચન, ચોથા ક્રમે આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. તો પાંચમા સ્થાને દિવંગત અભિનેતા ઈરફાન ખાન છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને આમિર ખાન, સાતમા સ્થાને દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત, આઠમા સ્થાને દબંગ સ્ટાર સલમાન ખાન, નવમા સ્થાને રિતિક રોશન તો દસમા સ્થાને ખિલાડી અક્ષય કુમારનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter