દારૂના નશામાં એટલા ધૂત હતા કે લગ્નના ફોટો ક્લિક કરવાનું જ ભૂલી ગયાઃ રાધિકા

Monday 25th July 2022 07:42 EDT
 
 

બોલ્ડ એક્ટિંગ માટે જાણીતી અને ઓટીટી પ્લેટફોર્મની ક્વીન ગણાતી રાધિકા આપ્ટેએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અંગતજીવન અંગે વાત કરી હતી. રાધિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઇન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સની જેમ તેના લગ્નની એક પણ તસવીર હોવાના મુદ્દે તેણે ફોડ પાડ્યો છે. રાધિકા કહે છે કે તેની પાસે લગ્ની એક પણ તસવીર નથી. તેણે જણાવ્યું કે, 10 વર્ષ પહેલા મેં બેનેડિક્ટ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અમે ફોટો ક્લિક કરવાના ભૂલી ગયા હતા. અમે ઇંગ્લેન્ડમાં લગ્ન કર્યા હતા. અહીંયા મિત્રોને બોલાવ્યા. જાતે ભોજન બનાવ્યું. પાર્ટી કરી, પરંતુ અમારી પાસે લગ્નની એક તસવીર નથી. અમારા ઘણાં મિત્રો ફોટોગ્રાફર્સ હતા, પરંતુ તેમાંથી એકેય મિત્રે લગ્નની તસવીર ક્લિક કરી નહોતી. અમે બધા નશામાં ધૂત હતા. આથી જ અમારી પાસે લગ્નની કોઈ તસવીર નથી. આમ પણ મારા પતિને ફોટો ક્લિક કરાવવા પસંદ નથી. જ્યારે અમે વેકેશન પર જઈએ ત્યારે ઓછામાં ઓછા ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટેએ 2012માં બ્રિટિશ વાયોલિન પ્લેયર અને સિંગર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત 2011માં થઈ હતી. એક વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ 2012માં બન્ને લગ્નબંધને બંધાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter