દીપિકાની કબૂલાતઃ રણવીર સહિત પાંચ સાથે ડેટિંગ કરતી હતી

Wednesday 01st November 2023 08:06 EDT
 
 

દીપિકા પાદુકોણે પોતે રણવીર સિંહ સાથે રિલેશનશિપમાં હતી ત્યારે બીજા ચાર લોકો સાથે પણ ડેટિંગ કરી રહી હતી તેવી કબૂલાત કરણ જોહરના ચેટ શોમાં કરતાં ભારે હોબાળો મચી ગયો છે. ઓપન રિલેશનશિપ્સ અને ડેટિંગ વિશે તેણે કરેલાં વિધાનો બદલ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. કરણ જોહરના ચેટ શોમાં તેણે એવું પણ કહ્યું હતું કે રણવીરે ઔપચારિક પ્રપોઝ ન હતું કર્યું એટલે બંધાઈ રહેવાનો મતલબ ન હતો. આવાં વિધાનોથી તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. આ ચેટ શોમાં દીપિકાએ કહ્યું હતું કે તે અને રણવીર ઓપન રિલેશનશિપમાં હતાં. મતલબ કે બંને રિલેશનશિપમાં હોવા છતાં પણ અમે એકમેકને બીજા પાત્રો સાથે સંબંધ રાખવાની છૂટ આપી રાખી હતી. આમ રણવીર સાથે રિલેશનશિપ વખતે જ પોતે બીજા ચાર લોકો સાથે પણ ડેટિંગ કરી રહી હતી. રણવીરે તેને ઔપચારિક રીતે પ્રપોઝ કર્યું ન હતું એટલે ત્યાં સુધી બંધાઈ રહેવાનો કોઈ મતલબ ન હતો. જોકે, પોતે જ્યારે પણ રણવીર સિવાયની અન્ય વ્યક્તિ સાથે હોય ત્યારે પણ તેને છેવટે તો રણવીરનો જ વિચાર આવતો હતો અને તે રણવીર પાસે જ પહોંચી જતી હતી. તે વખતે તેને ખ્યાલ આવ્યો હતો કે રણવીર જ એ પાત્ર છે જેની સાથે મારે રહેવાનું છે, જેની પાસે મારે પહોંચી જવાનું છે.

દીપિકાએ સ્પષ્ટ કહ્યું હતું કે રણવીર સાથે ડેટિંગ પહેલાં તેનાં બે વખત બ્રેકઅપ થઈ ચૂક્યાં હતાં. આથી, શરૂઆતમાં તે રણવીર સાથે બહુ સિરિયસ ન હતી. તે કોઈ સાથે કમિટેડ રહેવા માગતી ન હતી અને માત્ર મોજ ખાતર સંબંધ રાખી રહી હતી. રણવીરે મને જ્યારે લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે જ હું તેના માટે સિરિયસ થઈ હતી.
કરણ જોહરે દીપિકાને એ લોકોના નામ જણાવવા કહેતાં દીપિકાએ સાહજિક રીતે કહી દીધું હતું કે હવે મને એ યાદ પણ નથી. આ વખતે રણવીરે નારાજગી વ્યક્ત કરી હતી કે મારી સાથે સંબંધ હતો તે દરમિયાન તું જેમની સાથે સમાંતર રિલેશનશિપમાં હતી તેના હવે તું નામ પણ યાદ ન રાખે એ તો કેવું કહેવાય?!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter