ધર્મેન્દ્રે ઘઉં દળ્યાઃ ‘ચક્કી પીસિંગ...પીસિંગ...’

Saturday 08th January 2022 09:10 EST
 
 

બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ૮૬ વર્ષની વયે પણ એકદમ ફિટ છે. તેઓ  નિયમિત વર્કઆઉટ કરે છે અને સોશિયલ મીડિયા પર પણ એટલા જ સક્રિય રહે છે. તાજેતરમાં ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ‘શોલે’નો ફેમસ - સીન રિક્રિયેટ કર્યો છે. વીડિયોમાં ધર્મેન્દ્ર પોતાના લોનાવાલાના ફાર્મહાઉસમાં પેડલ પાવર સાઇકલિંગથી ઘઉં પીસતા જોવા મળે છે. ધર્મેન્દ્રે સફેદ શર્ટ, મેચિંગ ટ્રાઉઝર અને માથે બ્લેક કેપ પહેરી છે. તેઓ હસતાં હસતાં કહે છે, ‘પીસી રહ્યો છું, કસરત કરવાનું આ બહાનું છે, કરતાં રહેવું જોઇએ.' આ વીડિયો શેર કરીને તેમણે કેપ્શન આપ્યું હતુંઃ ‘સાઇકલિંગ, સાઇકલિંગ, સાઇકલિંગ... ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ... હા...હા...હા...’ વીડિયોમાં જોઇ શકાય છે કે ધર્મેન્દ્ર બ્રેક લીધા વિના સાઇકલિંગ કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter