નાની જયા બચ્ચન સાથે નવ્યા પહોંચી કચ્છના સફેદ રણમાં

Tuesday 28th January 2025 09:14 EST
 
 

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પોતે એક બિઝનેસ વુમન છે. એક્ટિંગમાં આગળ વધવાના બદલે, નવ્યાએ તેના પિતાની જેમ બિઝનેસ કરવાનું નક્કી કયું. તેમ છતાં નવ્યા સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સરની જેમ જ ચર્ચામાં રહે છે. નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન નંદા અને નાની જયા બચ્ચન સાથે કચ્છનું સફેદ રણ પહોંચી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો પોસ્ટ કરી છે. જોકે, નવ્યા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં તે એકલી જોવા મળે છે. નવ્યાના ઘણા ચાહકોએ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે શ્વેતા બચ્ચન સોશિયલ મીડિયા પર જ તેમની દીકરીને પ્રેમથી વઢી રહી છે. માતા શ્વેતા નંદાનો પ્રશ્ન હતોઃ ‘શું તું એકલી ગઈ હતી?’ ના જવાબમાં નવ્યાએ સ્માઇલી શેર કર્યા. આ પછી શ્વેતા ફરીથી પૂછે છે, ‘ના...મને કહો.’ માતા શ્વેતાએ આ પ્રકારની કોમેન્ટ કદાચ એટલે કરી હશે કેમ કે મમ્મી અને નાની સાથે ફરવા ગયેલી નવ્યાએ ઇન્સ્ટા પર માત્ર એકલીના જ ફોટો શેર કર્યા હતા. ફેન્સને પણ માતા-પુત્રી વચ્ચેની આ વાતચીત વાંચવાની મજા આવી. નવ્યા ‘પ્રોજેક્ટ નવેલી’ નામે એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે. આ ઉપરાંત, તે તેના પિતાને તેમના બિઝનેસમાં પણ મદદ કરે છે. નવ્યાએ તાજેતરમાં આઇઆઇએમ-અમદાવાદ ખાતે બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમબીએ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તે ‘વોટ ધ હેલ નવ્યા’ નામનો પોડકાસ્ટ પણ ચલાવે છે, જેણે બે સિઝન પૂર્ણ કરી છે. સાથે-સાથે તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને વધારવા માટેના હેલ્થકેર પ્લેટફોર્મ ‘આરા હેલ્થ’ની કો-ફાઉન્ડર પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter