નિક-પ્રિયંકાની સજોડે આરતી

Wednesday 12th January 2022 05:31 EST
 
 

પ્રિયંકા ચોપરાનું દરેક સ્ટેટમેન્ટ અને ફોટોગ્રાફ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જોનાસ સરનેમને દૂર કરી તો બન્ને છૂટા પડી રહ્યાં છે કે શું તેવી અનેક અટકળો ઊડી હતી. જોકે હવે આ સેલિબ્રિટી પલનો એક વીડિયો બહાર આવ્યો છે, જેના પર ઈન્ડિયન ફેન્સ ફિદા થઈ ગયા છે. આ વીડિયો લોસ એન્જેલસ ખાતેના પ્રિયંકાના ઘરનો છે, જ્યાં પ્રિયંકા અને તેના ફેમિલીના સભ્યોની સાથે શેફ સામી ઉડેલ પણ આરતી કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફેન ક્લબે આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પ્રિયંકા આરતી ઉતારતી જોવા મળે છે તો નિક તેની સાથે તાળીઓ પાડે છે. વીડિયોના કેપ્શનમાં લખેલું છે કે, પ્રિયંકા અને તેના શેફની સાથે ફેમિલીની દરેક વ્યક્તિ પૂજા કરી રહી છે. પ્રિયંકા અને નીકના આ વીડિયોમાં બંનેએ ઈન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા છે. પ્રિયંકાએ અગાઉ આ જ ઈવેન્ટનો ફોટોગ્રાફ શેર કર્યો હતો, જેમાં પ્રિયંકાએ યલો સાડી અને નિકે કુર્તા પાયજામા સાથે દિવાળી પર્વે આરતી ઉતારી હતી. પ્રિયંકાએ અગાઉ કહ્યું હતું કે, નિકને ઈન્ડિયન કલ્ચર ખૂબ ગમે છે. કંઈ નવું એચિવ થાય ત્યારે નિક દર વખતે આરતી ઉતારવાનું કહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter