પરિણય બંધને બંધાયા રાઘવ-પરિણીતિ

Tuesday 16th May 2023 10:52 EDT
 
 

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટી (‘આપ’)ના યુવા નેતા રાઘવ ચઢ્ઢાની શનિવારે રાત્રે નવી દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે યોજાયેલી એન્ગેજમેન્ટ સેરેમનીની કેટલીક તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે. બંનેના પરિવારજનો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સેરેમનીમાં સિંગર મિકા સિંહે પરફોર્મ કર્યું હતું. મિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં રાઘવ અને પરિણીતિ ‘ગલ મિઠ્ઠી મિઠ્ઠી...’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. મિકાએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ‘બહોત સોણા મુંડા તે બહોત પ્યારી કુડી. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ બ્રો રાઘવ ચઢ્ઢા એન્ડ ડિયર પરિણીતિ ચોપરા.' પરિણીતિ અને રાઘવે પણ એન્ગેજમેન્ટ સેરેમનીની તસવીરો શેર કરીને સગાઇના ન્યૂઝ તેમના સોશિયલ મીડિયા ફેમિલીમાં શેર કર્યા હતા. પરિણીતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘એવરીથિંગ આઇ પ્રેયડ ફોર... આઇ સેઇડ યસ... વાહે ગુરુજી મહેર કરાં...’ રાઘવ ચઢ્ઢાએ પોસ્ટ કરી હતી કે, ‘એવરીથિંગ આઇ પ્રેયડ ફોર... શી સેઇડ યસ... વાહે ગુરુજી મહેર કરાં...’
પરિણીતિની એન્ગેજમેન્ટ સેરેમનીમાં હાજરી આપવા ખાસ અમેરિકાથી આવેલી તેની કઝીન સિસ્ટર એવી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સેરેમનીની કેટલીક તસવીરો શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતુંઃ ‘કોંગ્રેચ્યુલેશન્સ તિશા એન્ડ રાઘવ... કેન નોટ વેઇટ ફોર ધ વેડિંગ. સો હેપ્પી ફોર યૂ બોથ એન્ડ ધ ફેમિલીઝ. સો ફન ટુ કેચ અપ વિથ ધ ફેમિલી.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter