બિપાશાને ત્યાં ‘દેવી’એ પાડ્યાં પગલાં

Tuesday 15th November 2022 10:11 EST
 
 

બોલિવૂડમાં આલિયા ભટ્ટ પછી હવે બિપાશા બસુ પણ માતા બની છે. તેને ત્યાં પણ ‘લક્ષ્મીજી’ પધાર્યાં છે. બિપાશા અને પતિ કરણ ગ્રોવરે ‘દેવી’ના જન્મની સત્તાવાર વધામણી સોશિયલ મીડિયા પર આપી હતી. 43 વર્ષીય બિપાશાએ દીકરીનો જન્મ થયાની જાણ કરતી પોસ્ટમાં લખ્યું હતુંઃ દેવી માતાના આશીર્વાદ અને સ્નેહ દેવી સ્વરૂપે અવતર્યાં છે. આ દીકરી ખરેખર દેવી સ્વરૂપ છે.
બિપાશાએ આ કેપ્શન સાથે બાળકીની પગની પાનીની તસવીર પણ મુકી હતી. આ જાહેરાત સાથે જ બોલિવૂડમાંથી તેના પર અભિનંદનની વર્ષા શરૂ થઈ હતી. બિપાશાએ અગાઉ જણાવ્યું હતું તે અને કરણ કોવિડ અગાઉ જ પોતાના પરિવારમાં વૃદ્ધિ કરવા ઈચ્છતાં હતાં પરંતુ કોવિડ આવ્યા બાદ તેમણે આ પ્લાનિંગ મુલત્વી કરી દીધું હતું. કરણ અને બિપાશાએ 2016માં લગ્ન કર્યા હતા. ગત ઓગષ્ટમાં બિપાશા માતા બનવાની હોવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter