બુર્જ ખલિફા પર ‘જવાન’નું ટ્રેલર

Saturday 09th September 2023 12:07 EDT
 
 

શાહરુખની ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર ગુરુવારે રાત્રે દુબઈના બુર્જ ખલિફા પર રિલીઝ કરાયું હતું. આ પ્રસંગે ખુદ શાહરુખ ખાન પણ હાજર હતો. તેમણે સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું અને તેમના ફેન્સ સાથે વાત પણ કરી હતી. કાર્યક્રમમાં શાહરુખની સાથે ફિલ્મના નિર્દેશક એટલી અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્ર પણ જોવા મળ્યા હતા. ફેન્સ સાથે વાત કરતા શાહરુખે કહ્યું, ‘તમારા લોકો માટે હું હવે ટાલિયો પણ થઈ ગયો છું, તેથી મને માન આપવા માટે ફિલ્મ જોવા જાઓ. આ પહેલી અને છેલ્લીવાર છે જ્યારે હું તમારા માટે બાલ્ડ થયો છું.' એસઆરકેએ આ ઇવેન્ટમાં માતા-પિતાને ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ પણ સંભળાવ્યો હતો. ‘બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કરો...' વધુમાં કહ્યું કે ‘આ ફિલ્મમાં દર્શકોને તે બધું જ મળશે જે મનોરંજનથી ભરપૂર ફિલ્મમાં હોય છે.’ શાહરુખ ખાને દુબઈમાં આયોજિત લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપીને ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. આ પ્રસંગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એક વીડિયોમાં શાહરુખ સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. એક વીડિયોમાં તે બોટ પર ઊભા રહીને પોતાનો સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter