બે સુરતી જુવાનિયા શાહરુખને મળવા ‘મન્નત’માં ઘુસ્યા

Thursday 09th March 2023 08:32 EST
 
 

શાહરુખના કરોડો ફેન્સ તેની એક ઝલક જોવા માટે દર વર્ષે તેના ઘર ‘મન્નત’ની બહાર પહોંચે છે. જો શાહરુખ જોવા ન મળે તો તેના ઘરની બહાર એક ફોટો તો અચૂક પડાવી લે છે અને આ યાદગીરી આજીવન સાચવી રાખે છે. શાહરુખની લોકપ્રિયતા ફિલ્મ ‘પઠાણ' પછી ફરી એક વાર વધી છે અને ફેન્સમાં શાહરુખને લઈને અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આવા જ બે ‘શાહરુખ દિવાના’ અડધી રાત્રે શાહરુખના ઘરમાં પ્રવેશવા મથી રહ્યા હતા ત્યારે ‘મન્નત’ના સિક્યુરિટી ગાર્ડે ઝડપી લીધા હતા. સુરતના વતની એવા 20-25 વર્ષના આ બે યુવાન શાહરુખને મળવાના ઇરાદે ‘મન્નત’ની દિવાલ કૂદીને અંદર ઘૂસીને છેક ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે આ સમયે જ સિક્યુરિટીએ તેમને ઝડપી લઇને મુંબઈ પોલીસના હવાલે કર્યા છે. આ બન્ને યુવકની ઓળખ હજુ જાહેર કરાઇ નથી. મુંબઈ પોલીસે આ આશ્ચર્યજનક ઘટના અને સુરક્ષાચૂક મામલે ગુનો દાખલ કરીને યુવકોની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના બની ત્યારે શાહરુખ ‘મન્નત’માં નહીં હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter