મને પાર્ટીઓમાં ઝઘડા કરવાની સલાહ મળી હતી

Friday 04th June 2021 05:31 EDT
 
 

તુષાર કપૂરે ૨૦૦૧માં કરીના કપૂર સાથેની ફિલમ મુઝે કુછ કહના હૈથી કેરિયરની શરૂઆત કરી હતી. આજે તેણે બોલિવૂડમાં બે દસકા - ૨૦ વર્ષ પૂરા કરી લીધા છે. આ અંગે જણાવતા તુષાર કપૂરે કહ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં લોકો મને ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ થવા માટે અજબગજબની સલાહ આપતા હતા. જેમ કે, પાર્ટીઓમાં ઝઘડા કર, કોઈ સીનમાં શાહરુખની જેમ એક્સપ્રેસ કર વગેરે વગેરે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં લોકો મને આવી સલાહ આપતા હોય તો તેમને કેટલું ભોગવવું પડતું હશે જેઓ આ ક્ષેત્રે એકદમ નવાસવા છે.
તુષાર કહે છે કે એ સમયે ઓફિસ અને સેટ પર ઘણા એવા લોકો રહેતા હતા જેઓ ફ્રીમાં તમામને આવી સલાહો આપતા રહેતા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ૨૦ વર્ષના કેરિયરમાં તુષાર ઇન્ડ્સ્ટ્રીઝમાં કંઈ ખાસ ઓળખ બનાવી શક્યો નથી.
ગણતરીના રોલ અને ફિલ્મોને બાજુ પર મૂકી દઈએ તો તેની ફિલ્મોગ્રાફીને ઠીક ઠીક કહી શકાય. તુષાર સોલો હીરો નથી અને તેની જે પણ ફિલ્મો હીટ થઈ હતી તે મલ્ટિસ્ટારર હતી તે હકીકત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter