મલાઈકાની આંગળીમાં ડાયમંડ રિંગ?!

Sunday 25th April 2021 05:17 EDT
 
 

અરબાઝ સાથે ડિવોર્સ લીધા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ બંને સ્ટારની લવ સ્ટોરી હવે જગજાહેર બની છે ત્યારે મલાઈકાએ સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ રિંગ સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે. મલાઈકાએ તસવીર પોસ્ટ કરતાંની સાથે જ ફેન્સ દ્વારા મલાઈકાએ અર્જુન સાથે સગાઈ કરી લીધી હોવાનું માનીને તેને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા. તો ઘણાએ વળી મલાઈકાને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે અર્જુન સાથે સગાઈ કરી લીધી કે શું? હકીકતમાં આવું કંઇ નહોતું. મલાઈકાએ આ ફોટોગ્રાફ એક જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે પોસ્ટ કર્યો હતો. મલાઈકાએ કેપ્શનમાં લખ્યું હતુંઃ ‘આ કેવી ડ્રીમ રિંગ છે? મને ઘણી ગમી. ખુશીની શરૂઆત અહીંયાથી જ થાય છે. અહીં ઘણી સરસ એન્ગેજમેન્ટ રિંગ અવેલેબલ છે...’ મલાઈકાની આ તસવીર સોશિયલ મીડિયામાં ચર્ચાના ચોતરે ચઢી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અર્જૂન કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળસૂત્ર સાથેની એક તસવીર શેર કરી ત્યારે પણ ફેન્સે આ પ્રકારે જ લગ્ન અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter