જેકલિન ફર્નાન્ડિઝે મુંબઇ પોલીસના જવાનોને રેઇનકોટ્સ અને અન્ય સેફ્ટી ગાર્ડ્સ પૂરા પાડીને મદદ કરી હતી. મુંબઇ પોલીસ ફોર્સે તેના આ પ્રશંસનીય યોગદાન બદલ આ અભિનેત્રીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. મુંબઇ પોલીસે લખ્યું હતુંઃ ‘જૂન નજીકમાં છે ત્યારે મુંબઇની સાથે અમે પણ ચોમાસા માટે સજ્જ થઇ રહ્યાં છીએ. જેકલિન અને તેમના યલો ફાઉન્ડેશનનો મૂલ્યવાન યોગદાન બદલ આભાર. એનાથી અમારા જવાનોને આ મહામારી અને સાથે સાથે ચોમાસામાં પણ સેફ રહેવામાં ખૂબ મદદ મળશે.’
ઉલ્લેનીય છે કે આ અભિનેત્રી દેશમાં કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન જરૂરતમંદોને મદદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેણે તાજેતરમાં તેના યુ ઓન્લી લિવ વન્સ ફાઉન્ડેશનના લોન્ચિંગની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેણે સમાજની વિવિધ જરૂરિયાતોને સંતોષતી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે જોડાણ કર્યું છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ એમ અનેકવિધ રીતે સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહી છે.