રંગોના તહેવારની ઉજવણીમાં સૌંદર્ય છવાયું

Saturday 23rd March 2024 11:19 EDT
 
 

બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપરા ખાસ મુંબઈ પહોંચી હતી. પ્રિયંકા ગુલાબી સાડીમાં સજ્જ થઈને આવી હતી તો અદિતી રાવ હૈદરીએ પણ સાડી પર પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત માધુરી દિક્ષિત પણ ડોક્ટર પતિ શ્રીરામ નેને સાથે હાજર રહી હતી. શરવરી વાઘ અને અથિયા શેટ્ટીએ ઈન્ડો વેસ્ટર્ન લૂક પસંદ કર્યું હતું. જ્યારે, શિલ્પા શેટ્ટી ગ્રીન ડ્રેસમાં નજર આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter