રણવીરના ન્યૂડ ફોટોશૂટે તરખાટ મચાવ્યો

Friday 29th July 2022 07:06 EDT
 
 

સુપરસ્ટાર રણવીર સિંહે એક અમેરિકી ફેશન મેગેઝિન માટે કરાવેલાં ન્યૂડ ફોટોશૂટે તેના ચાહકોમાં ભારે તરખાટ મચાવી દીધો છે. અભિનેતાએ આ મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું છું કે ‘હું હજારો લોકો સામે નિર્વસ્ત્ર થઈ શકું છું, પરંતુ તેઓ સહજ થઈ જશે.’ બીજી તરફ રણવીરની આ ન્યૂડ તસવીરો શુક્રવારે વાઇરલ થઇ કે તરત જ સોશિયલ મીડિયા પર જાતભાતની કોમેન્ટસ અને મિમ્સનો મારો ચાલ્યો હતો. રણવીરે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે મારા માટે શારીરિક રીતે નગ્ન થવું બહુ સહેલું છે કેમ કે મારા કેટલાંય પરફોર્મન્સીસમાં મેં મારી જાતને ઉઘાડી કરી નાંખી છે. કેટલીય ફિલ્મોમાં તો તમે મારો આવરણવિહીન આત્મા નિહાળી શકો છે. વાસ્તવમાં એ રીતે કોઈ આવરણ વિના, જેવા હોઈએ તેવા પેશ આવવું એ જ ન્યૂડિટી છે અને હું હજારો લોકો સામે ન્યૂડ થઈ શકું છું. પરંતુ મને ખબર છે કે આમ કરવાથી તેઓ અસહજ થઈ જશે.’ રણવીરના આ ફોટોસેશનના જાતભાતના પ્રત્યાઘાત આવ્યા છે. કેટલાય લોકોએ આ ફોટોશૂટના ફની મિમ્સ બનાવ્યાં હતા. કોઈએ લખ્યું હતું કે આટલાં મોંઘાં કપડાં અપાવવા છતાં રણવીર આ રીતે ફરે છે તેથી દીપિકા તેને છૂટાછેડા આપી દેવાની છે.... તો કોઇએ વળી લખ્યું હતું કે દીપિકાએ તેના વસ્ત્રો પહેરવા ન આપતાં રણવીરે આવા ફોટો પડાવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter