રણવીર સિંહના નાના પરદે પગરણ

Wednesday 02nd June 2021 05:31 EDT
 
 

રૂપેરી પરદે પોતાની એકટિંગથી કરોડો લોકોનું દિલ જીતનાર બોલિવૂડ એકટર રણવીર સિંહ હવે ટેલિવિઝન પર ડેબ્યુ કરવાનો છે. એક રિપોર્ટ અનુસાર રણવીર જલદી જ કલર્સ ચેનલની એક ક્વીઝ શોનો હોસ્ટ કરતો જોવા મળશે. જેનું નામ ‘ન્યૂ બિગ રિયાલિટી સિરીઝ’ હોવાનું કહેવાય છે. આ શોમાં કુલ ૨ રાઉન્ડ હશે. શોમાં એક ખાસ સિરીઝમાં તસવીરોને બતાવી પ્રશ્રોનો પુછવામાં આવશે. સાચા જવાબ આપનાર અને દરેક રાઉન્ડ પાર કરનારા સ્પર્ધકને ફાઇનલમાં પાંચ કરોડ રૂપિયાનું રોકડું ઇનામ આપવામાં આવશે. કહેવાય છે કે, દરેક સ્પર્ધકને ૩ લાઇફલાઇન પણ આપવામાં આવશે. આ ત્રણેય લાઇફલાઇનના નામ ભારત બચાવશે, પરિવારનો પ્રેમ અને કિસ્મત પલટ હશે. આ લાઇફલાઇનની મદદથી સ્પર્ધક ચોથા અને આઠમા રાઉન્ડમાં જેકપોટ પ્રશ્ર પણ રમી શકશે. રણવીરનો આ શો ૨૫ જુલાઇથી રાતના આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી વીકેન્ડમાં લોન્ચ થશે.
આ શોના ૨૬ એપિસોડ હશે. ઉલ્લેખનીય છે કે, રણવીર પહેલા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ટીવી પર શોઝ હોસ્ટ કરી ચુક્યા છે. જેમાંથી સફળતા અમિતાભને મળી છે તેમ કહીશું તો શંકાને સ્થાન નહીં ગણાય. હવે રણવીર હોસ્ટ તરીકે કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter