રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે. ફિલ્મમાં વિલનના નામ અંગે નિર્માતાએ સસ્પેન્સ રાખ્યું છે. આ ફિલ્મ 2026માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘મર્દાની’ અને ‘મર્દાની-ટુ’માં માનવ તસ્કરી અને જાતીય શોષણ જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવાયા હતા. જોકે ત્રીજા ભાગની વાર્તાની થીમ જાહેર કરાઇ નથી. જોકે પહેલા બે ભાગની માફક આ ત્રીજો ભાગ પણ દર્શકોને પ્રભાવિત કરશે તેવી આશા સેવાઈ રહી છે.