રૂ. 20 કરોડનો ખર્ચ, રૂ. 200 કરોડની કમાણી

Friday 26th May 2023 09:58 EDT
 
 

અદા શર્માની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર અનેક વિક્રમો સર્જી રવિવારે રૂ. 200 કરોડની કમાણીના આંકને સ્પર્શી હતી. માત્ર 17 જ દિવસમાં આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. ‘ધ કેરળ સ્ટોરી’ માત્ર રૂ. 20 કરોડના બજેટમાં બની છે. 2023નાં વર્ષમાં અત્યાર સુધીમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં કમાણીની રીતે તે શાહરુખ ખાનની ‘પઠાણ’ પછી બીજા નંબરની સૌથી વધુ કમાણી ધરાવતી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ સામે હિન્દી, પ્રાદેશિક કે પછી હોલીવૂડની ફિલ્મો પણ ધરાશાયી થઈ ગઈ છે. મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બંનેમાં તે એકસરખી ચાલી રહી છે. હોલીવૂડની ‘ફાસ્ટ એક્સ’ રિલીઝ થયા બાદ વેકેશન ટ્રાફિક એ તરફ વળશે અને ‘ધ કેરળ સ્ટોરી’ની કમાણી પર ફરક પડશે તેવી આશંકા હતી. જોકે એવું કાંઈ બન્યું નથી. પહેલા દિવસે જ આ ફિલ્મે રૂ. 8 કરોડની કમાણી કરી હતી. આ પછી તેની કમાણીમાં એકધારો ગ્રોથ જોવા મળ્યો છે. શનિવાર સુધીમાં તેની કમાણી 180 કરોડના આંકને વટાવી ગઈ હતી અને રવિવારના ધસારાને જોતાં તેની કમાણી 200 કરોડનો આંક વટાવી ગઇ હોવાનો પ્રાથમિક અંદાજ ટ્રેડ વર્તુળો દ્વારા વ્યક્ત કરાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter