વિદ્યુત જામવાલે નંદિતા સાથે સગપણ કર્યું

Saturday 11th September 2021 09:32 EDT
 
 

વિદ્યુત જામવાલ અને સ્ટાઈલિસ્ટ નંદિતા મહતાની કેટલાય સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે તેમણે અંગત પરિવારજનોની હાજરીમાં સગપણ કરી લીધાના સમાચાર છે. વિદ્યુત-નંદિતાએ પોતાની તાજમહેલના બેકગ્રાઉનડ સાથેની તસવીરો વાયરલ કરી છે, જેમાં નંદિતાની આંગળીમાં એન્ગેજમેન્ટ રિંગ જોવા મળે છે.

વિદ્યુત-નંદિતાની ખાસ મિત્ર નેહા ધુપિયાએ આ સમાચાર ઈન્સ્ટાગ્રામ પર આપ્યા હતા. સાથે જ તેણે આ યુગલની એક તસવીર શેર કરતાં લખ્યું હતુંઃ વિદ્યુત અને નંદિતાને વધામણી. તેમણે થોડા મહિના પહેલા જ ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને હવે સગપણ પણ કરી લીધું છે.
નંદિતા મહતાની જાણીતી ફેશન ડિઝાઈનર છે અને તેણે વિરાટ કોહલીની ફેશન ડિઝાઇનર રહી ચૂકી છે. નંદિતા ભૂતકાળમાં અભિનેતા ડીનો મોરિયા સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. વિદ્યુત ફોર્સ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેના દમદાર રોલને કારણે બેસ્ટ ડેબ્યુ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તેના એક્શન દૃશ્યો પ્રશંસકોને બહુ પસંદ છે. ફોર્સ ફિલ્મ પછી તે સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો હતો અને બોલિવૂડમાં ફિલ્મ કમાન્ડો સાથે પુનરાગમન કર્યું હતું. તેણે કમાન્ડો, કમાન્ડો-ટુ અને કમાન્ડો-થ્રીમાં કામ કર્યું છે. એક્શન ફિલ્મના ચાહકોએ આ ફિલ્મોને બહુ પસંદ કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter