વિશ્વ ફલક પર ભારતીય સૌંદર્ય

Tuesday 23rd May 2023 09:58 EDT
 
 

ફ્રાન્સમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની રેડ કાર્પેટ એન્ટ્રીએ ચર્ચા જગાવી હતી. ઐશ્વર્યાની એન્ટ્રી સાથે જ કાન્સમાં હાજર બધા કેમેરા તેના પર મંડાઈ ગયા હતા. રેડ લિપસ્ટિક અને સિલ્વર હૂંડી ગાઉનમાં ઐશ્વર્યાનો લૂક વાયરલ થયો હતો. લોકોએ હળવા અંદાજમાં સોશિયલ મીડિયામાં એવી ટીખળ પણ કરી હતી કે (‘કોઇ મિલ ગયા’ ફિલ્મના) ‘જાદૂ’ને એની મમ્મી મળી ગઈ છે. ઉર્વશી રૌતેલાએ માછલીનો લૂક આપતું ગાઉન પહેરીને કાન્સના રેડ કાર્પેટમાં પોઝ આપ્યો હતો. તેના લિપસ્ટિકના કલર ઉપરાંત ડ્રેસ સાથે પહેરેલા ડાયમંડ નેકલેસની ભારે ચર્ચા હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter