શત્રુતાનો ધ એન્ડ

Sunday 02nd June 2024 12:47 EDT
 
 

દેશના સૌથી સારા સિંગર અને રેપર તરીકે બાદશાહ ઉપરાંત સૌથી સારા રેપર તરીકે હનીસિંહની પણ આગવી ઓળખ છે. બાદશાહ અને હનીસિંહ વચ્ચે ઘણા વર્ષોથી સંબંધો સારા ન હોવાનું સહુ કોઇ જાણે છે. જોકે હવે બાદશાહે હવે આ લડાઈ પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી છે. બાદશાહે 24 મેના રોજ દહેરાદૂનમાં ગ્રાફેસ્ટ 2024માં પરફોર્મન્સ દરમિયાન બ્રેક દરમિયાન આ લાગણી વ્યક્ત કરી હતી. બાદશાહે કહ્યું હતું કે, ‘મારા જીવનના એક તબક્કે એક વ્યક્તિ તરફ હું ખૂબ દ્વેષ ધરાવતો હતો, પરંતુ હવે તેને ખતમ કરવા માંગું છું. અને આ વ્યક્તિ છે હનીસિંહ.’
બાદશાહે કહ્યું હતું કે કેટલીક ગેરસમજને કારણે હું નાખુશ હતો, પરંતુ મને પછી અહેસાસ થયો કે અમે સાથે હતા ત્યારે અમને જોડનારા ખૂબ ઓછા હતા, અને તોડનારા ખૂબ વધુ હતા. હું આજે સૌને કહેવા માંગું છું કે મેં તે દોરને પાછળ મૂકી દીધો છે અને હું હનીસિંહને શુભેચ્છા આપવા માંગું છું.’ બાદશાહ અને હનીસિંહ વચ્ચેનો વિવાદ ખૂબ જૂનો હતો. અલગ અલગ પબ્લિક પ્લેટફોર્મ પર બંને એકબીજાને નીચા બતાવવા પ્રયાસ કરતા રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter