શિલ્પા શેટ્ટી પતિ રાજ સાથે છેડો ફાડશે?

Tuesday 07th September 2021 09:28 EDT
 
 

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈના રોજ પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ થઈ છે. અશ્લીલ ફિલ્મો બનાવવાનો તેમજ એપ પર અપલોડ કરવાના આરોપનો સામનો કરી કરી રહેલો રાજ આજે પણ પોલીસ કસ્ટડીમાં છે. પતિના આ કારનામાના કારણે શિલ્પા શેટ્ટી તેમજ તેના પરિવારની આકરી આલોચના થઇ રહી છે. આ સંજોગોમાં હવે શિલ્પા પતિથી અલગ રહેવાનું વિચારી રહી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના રિપોર્ટ અનુસાર, પતિ રાજ કુન્દ્રાના કરતૂતના કારણે શિલ્પા હેરાન-પરેશાન છે. શિલ્પાની એક ખાસ મિત્રે શિલ્પાના અંગતજીવનની વાત છતી કરી છે. શિલ્પાની મિત્રનું કહેવું છે કે, શિલ્પા એ વાતથી તદ્દન અજાણ હતી કે તેનો પતિ રાજ તેના માટે બંગલો અને ડાયમંડ બેઇમાનીની કમાણીમાંથી ખરીદી રહ્યો છે. શિલ્પા હવેથી રાજની આવી કોઈ પણ ભેટનો ઉપયોગ કરવાની નથી. રિપોર્ટમાં શિલ્પાની મિત્રને ટાંકીને વધુમાં એમ પણ જણાવાયું હતું કે શિલ્પા આત્મનિર્ભર છે. તે પોતાના સંતાનોનું ધ્યાન રાખી શકે એમ છે. શિલ્પાએ તેની સાથે જોડાયેલા નિર્માતા તેમજ દિગ્દર્શકોને જાણ કરી દીધી છે કે તે હંગામા-ટુ અને નિકમ્મા પછી બીજી ફિલ્મોમાં કામ કરવા પણ રાજી છે. રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શિલ્પા શેટ્ટીને ડાયરેકટર્સ અનુરાગ બાસુ અને પ્રિયદર્શને પોતાના પ્રોજેક્ટમાં રોલ ઓફર કર્યા છે. જોકે આ તમામ માહિતીમાં કેટલી સચ્ચાઇ છે તેના વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter