સચિનને જોતાં જ ધર્મેન્દ્ર બોલ્યાં ‘મેરા પ્યારા બેટા...’

Tuesday 28th December 2021 11:42 EST
 
 

એક બોલિવૂડના તો બીજા ક્રિકેટજગતના... ઇન્ડિયાના બે દિગ્ગજ અનાયાસે એક જગ્યાએ ભેગા થઈ ગયા હતા અને તેમણે એકબીજા સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો. ધર્મેન્દ્રે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું હતું કે, ‘દેશના ગૌરવશાળી સચિન સાથે અચાનક વિમાનમાં મુલાકાત થઈ. સચિન જ્યારે જ્યારે મને મળ્યો છે, હંમેશાં મારો પ્યારો દીકરો બનીને મળ્યો છે. જીતે રહો, લવ યુ સચિન...’ સચિન તેન્ડુલકરે પણ આ ફોટોગ્રાફ શેર કરતા લખ્યું હતુંઃ‘ આજે સૌથી મોટા વીરુ ધર્મેન્દ્રજી સાથે મુલાકાત થઈ. વીરુની વાત અલગ છે, બધા તેમના ફેન છે.’ સચિનની આ કમેન્ટ પર રણવીર સિંઘે સંમતિ દર્શાવી હતી. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતા હોય છે. ફિલ્મની વાત કરીએ છેલ્લે તેઓ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter