સલમાને મને છેતરી એટલે તેની સાથે ૫ વર્ષ સુધી વાત નહોતી કરીઃ સોમી અલી

Monday 26th April 2021 05:23 EDT
 
 

પાકિસ્તાન મૂળની અમેરિકન અભિનેત્રી સોમી અલીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન બે દસકા જૂના પ્રેમી સલમાન ખાન પર આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું હતું, ‘તેની (સલમાન) સાથે બ્રેકઅપને ૨૦ વર્ષ થઈ ગયાં છે. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મેં બ્રેકઅપ કરીને તેને છોડી દીધો. સિમ્પલ વાત છે. હાલ અમે બન્ને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયાં છીએ. સલમાને મને છેતરી હતી. આથી અમારી વચ્ચે બ્રેકઅપ થયા બાદ પણ મેં સલમાન સાથે પાંચ વર્ષ સુધી વાત નહોતી કરી.’ વાચક મિત્રો, આપને સહુને યાદ હશે જ કે નેવુંના દાયકામાં સોમી અને સલમાન એકબીજાને ડેટ કરતા હતા. બન્નેના સંબંધો ૮ વર્ષ સુધી ચાલ્યાં હતા. સોમીએ કહ્યું કે, ‘હું ભારતમાં કામ કરવા માટે નહોતી આવી. જ્યારે મેં મારા પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું ત્યારે જીવનમાં કંઈ જ બાકી રહ્યું નહોતું.’ ઉલ્લેખનીય છે કે સલમાનની લાઈફમાં ઐશ્વર્યા આવી જતાં બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું મનાય છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter