સામંથા પણ હવે રાજકારણના પંથે

Sunday 17th September 2023 10:18 EDT
 
 

દક્ષિણ ભારતની હોટ સ્ટાર સામંથા રુથ પ્રભુ ટૂંક સમયમાં રાજકારણમાં ઝંપલાવે તેવી સંભાવના છે. સામંથા તેલંગણમાં સત્તા ધરાવતા કે. ચન્દ્રશેખર રાવના પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાય તેવી શક્યતા છે. સામંથાએ હાલ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. ઓટો ઈમ્યૂન ડીસીઝ માયોસાઈટિસની સારવાર માટે તેણે આ બ્રેક લીધો હોવાનું કહેવાય છે. જોકે, અગાઉના બ્રેકની જેમ આ વખતે તેણે જાહેરમાં દેખાવાનું બંધ નથી કર્યું. થોડા સમય પહેલાં તે મુંબઈમાં પણ જોવા મળી હતી. તેણે સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન વધાર્યું છે. દક્ષિણ ભારતીય મીડિયામાં અટકળો થઇ રહી છે કે તે રાજકારણમાં જોડાઈ શકે છે. સાઉથમાં ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણ એક સિક્કાની બે બાજુ જેવાં છે. મોટા ભાગના પોપ્યુલર સ્ટાર કોઈને કોઈ તબક્કે સીધી યા આડકતરી રીતે રાજકારણમાં જોડાતા હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter