સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના સાથે સગાઈ કરી

Thursday 14th September 2023 10:59 EDT
 
 

સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. આશના અરમાન કરતાં બે વર્ષ મોટી છે. બંને 2017થી રિલેશનશિપમાં છે. જોકે, વચ્ચે થોડા સમય માટે તેમના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો પરંતુ પછી ફરી બંને એક થઈ ગયાં હતાં. હવે તેમણે વિધિવત્ સગાઈ કરી લેતાં અનેક બોલવૂડ સેલિબ્રીટી તથા ચાહકોએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. અરમાને આશનાને પ્રપોઝ કર્યાનો વીડિયો પણ વાય૨લ થયો છે. આશનાએ તેની એન્ગેજમેન્ટ રિંગ પણ ફ્લોન્ટ કરી હતી. આશના ફેશન અને બ્યૂટિ બ્લોગર છે. બંનેએ ક્યારેય તેમના સંબંધ છૂપાવવા પ્રયાસ કર્યા નથી. હવે બંને ક્યારે લગ્ન કરી લે છે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે. અરમાન અને આશના સગાઈની તસવી૨ વાયરલ કર્યા બાદ તેમના પર અભિનંદનોની વર્ષા થઈ હતી. ઈશાન ખટ્ટર, રિયા ચક્રવર્તી, ઈશા ગુપ્તા, ઝરીન ખાન, નીતિ મોહન, તારા સુતરિયા, અહાના કુમરા, ટાઈગર શ્રોફ સહિત સંખ્યાબંધ કલાકારોએ આ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter