સુકેશ ખંડણી કેસઃ જેક્લીન પછી હવે નોરા ફતેહીની પૂછપરછ

Saturday 17th September 2022 06:40 EDT
 
 

છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી ચર્ચામાં છે. જેનું મુખ્ય કારણ સુકેશ ચંદ્રશેખર સાથેનું કનેક્શન છે. 200 કરોડ રૂપિયા કરતાં વધારે રકમની ખંડણી ઉઘરાવવાના કેસમાં હાલ જેલના સળિયા ગણી રહેલા સુકેશ સાથેના સંબંધો અંગે પહેલાં જેક્લીન ફર્નાન્ડિઝની પોલીસે પૂછપરછ કરી હતી. અને હવે નોરા ફતેહીની પૂછપરછ કરી છે. પોલીસે તેને સાત કલાકમાં 50 પ્રશ્નો પૂછ્યછ્યછયાં હતા. નોરાની પૂછપરછ દિલ્હીમાં કરાઇ હતી. દિલ્હી પોલીસે નોરાને સમન પાઠવીને હાજર થવા જણાવ્યું હતું. અહેવાલો અનુસાર પોલીસે નોરાને સુકેશ તરફથી મળેલી ગિફટ્સ વિશે પૂછયું હતું. નોરાએ કબૂલ્યું છે કે સુકેશે તેને બીએમડબલ્યુ કાર ભેટમાં આપી હતી. પોલીસે નોરાને ફરી પૂછરછ માટે બોલાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બોલિવૂડ અભિનેત્રીએ સુકેશુ કેસમાં નામ જાહેર થયા બાદ તેણે પોતાને પીડિત તરીકે રજૂ કરી હતી.
પુરાવા એકત્ર થઇ રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે રૂ. 200 કરોડ કરતાં પણ વધારે રકમની ખંડણી ઉઘરાવનાર સુકેશે અભિનેત્રીઓ જેકલીન, નોરા ફતેહી અને લીના મારિયાને કરોડો રૂપિયાની મોંઘી ભેટ-સોગાદો આપી હતી. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ સૌ પહેલાં કેસ દાખલ કર્યો હતો જ્યારે ઇડીએ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને જેકલીન તથા નોરાની પૂછપરછ બાદ આરોપનામું દાખલ કર્યું હતું. હવે પોલીસ આ બંને અભિનેત્રીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter